આજકાલ બધે નવા નવા રસ્તાઓ, ફ્લાયઓવર, બ્રીજ વગેરે બની રહ્યા છે. બે શહેરોને જોડતા હાઇ-વેને સમાંતર ઝડપી, નોન-સ્ટોપ એક્ષ્પ્રેસ-વે બની રહ્યા છે. જૂની જગ્યાઓએ પહોંચવાના નવા રસ્તા બની રહ્યા છે.
નવા રસ્તાઓ બનતાં પ્રવાસમાં વપરાતા નકશા પણ બદલવા પડે ને?
જૂના નકશાના આધારે આપણે પ્રવાસ ચાલુ રાખીએ, તો હાઇ-વે થી આગળ નહીં વધાય, કારણકે એક્ષ્પ્રેસ-વેને જૂના નકશામાં નો-એન્ટ્રી છે.
આપણી ઇન્ડસ્ટ્રીમાં એક્ષ્પ્રેસ-વે પર લોકો દોડતા દેખાય, અને આપણે હજી જૂના હાઇ-વે પર જ હોઇએ, તો આપણે આપણા નકશા પર નજર નાખવી જોઇએ ને?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ભૂલથી ગભરાઇને કોશિશ કરવાનું બંધ ન કરો
પૂર્વ લેખ:
દુનિયામાં પહેલીવાર કાર-ઓટોમોબાઇલ…