બે પ્રકારના કસ્ટમરો માર્કેટમાં હોય છે:
૧) કોઇ વસ્તુ ખરીદતાં પહેલાં એની કિંમત વિશે ચિંતા ન હોય એવા કસ્ટમરો
૨) વસ્તુની કિંમતના આધારે ખરીદવાનો નિર્ણય લેતા કસ્ટમરો
સામાન્યત: બીજા પ્રકારના કસ્ટમરોની સંખ્યા વધારે હોય છે.
સતત બદલતા ભાડાની રીક્ષા-ટેક્ષી કરતાં નિયત ભાડાની બસ-ટ્રેન વગેરેની મુસાફરી મોટા ભાગના લોકોને ગમે છે.
એક એક મિનિટના હિસાબને બદલે એક રકમમાં અનલિમિટેડ વાતો કરવા મળે એવો મોબાઇલ ફોનનો પ્લાન એને ગમે છે.
એક એક વસ્તુના છૂટ્ટું બીલીંગને બદલે ઓલ-ઇન્ક્લુઝીવ થાળી કે બૂફે કન્સેપ્ટ એમને ગમે છે.
જો આપણા કસ્ટમરો ઉપરોક્તમાંથી બીજા પ્રકારનાં હોય, તો એમની કિંમત અંગેની ચિંતા દૂર થાય એવી પારદર્શિતા લાવો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ટ્રેન-બસ-પ્લેન-થિયેટરમાં…
પૂર્વ લેખ:
અગાઉ એક પ્રોડક્ટ બનાવીને કોઇ…