ઘણીવાર કંપનીઓ નવી પ્રોડક્ટ કેવી બનાવવી એનો નિર્ણય માત્ર માર્કેટિંગ રિસર્ચ પરથી, અમુક કસ્ટમરો સાથે સર્વે કરીને જ લે છે.
માર્કેટમાં જે મળતી હોય, એ જ પ્રકારની પ્રોડક્ટમાં થોડા-ઘણા ફેરફારો કરવાના હોય ત્યાં સુધી આવા રિસર્ચનો આશરો લેવો બરાબર છે.
કસ્ટમરોના અભિપ્રાય એમના જ્ઞાન પર સીમિત હશે. એમણે જે જોયું જ નથી એવી પ્રોડક્ટની કલ્પના કરવી એમને માટે અસંભવ હોય છે.
આવી પ્રોડક્ટ લાવતી વખતે કસ્ટમરના અભિપ્રાય કરતાં એની તકલીફોનો અભ્યાસ કરીએ, તો વધારે અસરકારક બને.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
પ્રોડક્ટ કે સર્વિસ બહુ નહીં વેચાવાના કારણો
પૂર્વ લેખ:
જે કંઇ પણ કરો એ આગવી-અનોખી રીતે કરો