આપણે કોઇ કામ કરાવવું હોય, તો સ્ટાફમાંથી એને જ જવાબદારી સોંપીએ છીએ, કે જે કામ પૂરું કરશે એવો આપણને વિશ્વાસ હોય.
જવાબદારી એને જ અપાય જેના પર વિશ્વાસ હોય.
કસ્ટમરો આપણી પાસેથી કંઇ ખરીદે છે, ત્યારે આપણી પ્રોડક્ટ કે સર્વિસ એમનું ઇચ્છિત કામ કરશે, એવો એમને પણ વિશ્વાસ હોય છે.
કસ્ટમરનો ઓર્ડર એ આપણા પરના એના વિશ્વાસનું પ્રતીક છે.
આ વિશ્વાસ તૂટે નહીં, એ માટે જવાબદારી સો ટકા નિભાવો, અને વધારે લોકોનો વિશ્વાસ મળતો રહે, એવી કોશિશો કરતા રહો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કસ્ટમર પાસેથી ઓછામાં ઓછા…….
પૂર્વ લેખ:
થોડાક પૈસા બચાવવા માટે…..