દરેક સ્પોર્ટસમેન નિયમિત પ્રેક્ટીસ કરે છે. ડોક્ટરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે ફરજિયાત નિયમિતપણે નવું નવું શીખવું પડે છે. દરેક ગાયક નિયમિત રિયાઝ કરે છે. લગભગ દરેક પ્રોફેશનમાં ટ્રેનિંગનું મહત્ત્વ છે.
તો પછી ધંધામાં કેમ નહીં? એક કારણ એ છે, કે દરેક ધંધાનો માલિક પોતાની મરજીનો માલિક હોય છે, એક રાજા હોય છે. ધણીનો કોઇ ધણી ન હોય. રાજાની ઉપર કોઇ મોટો રાજા નથી હોતો. એટલે, રાજાને કંઇક નવું શીખવાની જરૂર ન સમજાય, ત્યાં સુધી સામ્રાજ્યે એ સીમિત સમજણના સીમાડાઓની અંદર કેદ રહેવાની મજબૂરી સહન કરવી પડે છે.
રાજાની સમજણની સજા સામ્રાજ્ય સહન કરતું હોય છે. થોડુંક શાંતિથી વિચારવું પડશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં કે જીવનમાં નવા આઇડિયાઝને પ્રવેશવા દો
પૂર્વ લેખ:
કોઇ પણ સુધારો નજીવો નથી હોતો