આવનારા એક ક્વાર્ટર કે એક વર્ષમાં કંઇ પણ કરીને કેટલો ગ્રોથ કરવો, કેટલું સેલ્સ અને પ્રોફીટ વધારવું, કસ્ટમરોને વધારેને વધારે માલ કેવી રીતે પકડાવવો એની કોશિશો કરવામાં આવનારા દસ-વીસ વર્ષ પછી આપણા ધંધાનું શું થશે એ વિચારવાનો સમય જ ન મળે એવું ન થાય એ જુઓ. પેટ્રોલ ભરેલું રહે, માઇલેજ-એવરેજ સારી મળે એની ચિંતા કરો, પણ સાથે સાથે એ પણ જોતા રહો કે ગાડીનું મોડેલ તો રદ નથી થઇ રહ્યું ને? દસ વર્ષ પછી આ ટેકનોલોજીની ગાડીને રસ્તા પર ચાલવાની પરવાનગી તો રદ નથી થવાની ને? એવું થાય, તો ગાડીની ટેકનોલોજી કે આખી ગાડી જ કેમ બદલવી એ પણ વિચારવું પડશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે વર્ષોથી થતું આવ્યું છે,….
પૂર્વ લેખ:
સરકાર અને એની નીતિઓ આપણને,…..