એક મોટી બેન્કના સી.ઇ.ઓ.ને પૂછવામાં આવ્યું: “હમણાં તમારી કંપની પર સૌથી મોટો ખતરો કયો છે? તમને શેનો ડર છે?”
એમનો જવાબ: “પાંચેક વર્ષ પહેલાં અમને ખતરો હતો સ્પર્ધાનો, સ્ટાફની કાર્યક્ષમતા, વધતા ખર્ચાઓ અને અર્થતંત્રમાં આવી શકનાર મંદીનો. આજે અમારો સૌથી મોટો ખતરો એ છે કે આગામી વર્ષોમાં ટેકનોલોજી ક્ષેત્રે જે ફેરફારો થશે, માર્કેટનાં સમીકરણો જે રીતે બદલાશે, એમાં અમે ટકી શકીશું કે કેમ? અમે પણ ડાયનોસોરની જેમ ભૂતકાળ તો નહીં બની જઇએ ને?”
મોટા ભાગના ધંધાઓ પર આ ખતરો આજે ઝળુંબે છે, એમને ખબર હોય, કે ન પણ હોય.
ઉપાય? આંખ, કાન અને ખાસ કરીને મન ખુલ્લું રાખો. શીખવા, સ્વીકારવા અને બદલવા તૈયાર રહો.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બિઝનેસ લીડરોએ નવું નવું શિખતાં રહેવું જોઇએ
પૂર્વ લેખ:
આજના સમયમાં બદલવાની તૈયારી રાખો