તમે અમુક દિવસ ઘરથી બહાર જાઓ છો, ત્યારે ફેમિલી મેમ્બરો તમને યાદ કરે છે, મીસ કરે છે, તમારા પાછા આવવાની રાહ જૂએ છે, બરાબર?
પણ જ્યારે તમે તમારી ઓફિસ, દુકાન, ફેક્ટરીમાં અમુક દિવસે ગેરહાજર રહો છો, ત્યારે ત્યાં શું થાય છે?
સ્ટાફ પણ તમને યાદ કરે છે? તમને મીસ કરે છે? તમારા પાછા આવવાની રાહ જૂએ છે?
કે સેલિબ્રેટ કરે છે?
જવાબ જો બીજો ઓપ્શન હોય, સ્ટાફ તમારી ગેરહાજરી ઉજવતો હોય, તો એનો મતલબ કે ધંધામાં ટીમ તમારી સાથે નથી. ટીમને તમારી સાથે લઇને આગળ વધવાના પ્રકલ્પમાં હજી થોડું કામ કરવાનું બાકી છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બિઝનેસમાં તકલિફ આવે ત્યારે
પૂર્વ લેખ:
આપણી ટીમ એકબીજાની સાથે રહે એવી કોશિશ કરો