વ્યક્તિ અને બ્રાન્ડ વચ્ચે ઘણી સમાનતા જોવા મળે છે. જન્મ સમયે દરેક વ્યકિતની સાથે એક પ્રોમિસ, એક શક્યતા, એક આશા પણ જન્મ લેતી હોય છે.
જેમ જેમ એ જીવન આગળ વધે છે તેમ તેમ હકીકત છતી થતી જાય છે. અમુક આશાઓ પરિણામોમાં મૂર્ત સ્વરૂપ પામે છે, તો બીજી આશાઓ નિરાશાના અંધકારમાં ધકેલાઇ જાય છે.
વ્યક્તિ જેવાં પરિણામો લાવી શકે છે તેવી એના વિશે છાપ ઊભી થાય છે.
એના નાના-મોટા દરેક વર્તનથી આ છાપ પ્રભાવિત થતી રહે છે. બ્રાન્ડ પણ આ જ રીતે ઊભી થાય છે.
હજારો નાની-મોટી બાબતોના આધારે બ્રાન્ડની છબી ઊભી થતી હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જ્યારે કસ્ટમર અસમંજસમાં હોય,…
પૂર્વ લેખ:
આપણે જે કહીએ છીએ એનાથી….