તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે

તમારી વિગતો ભૂલાઇ ગઇ છે?

નવું એકાઉન્ટ બનાવો

SME બિઝનેસ ગાઇડ પર આપનું સ્વાગત છે !

કોઇ પણ બિઝનેસની વિકાસયાત્રામાં સાચી અને સમયસરની સલાહ બહુ કીમતી સાબિત થાય છે. શરૂઆતના વર્ષોમાં તો આવી સલાહ ખૂબ જ મૂલ્યવાન સાબિત થતી હોય છે.  ધંધાર્થીઓને તેમનો બિઝનેસ શરુ કરવા, ચલાવવા અને વિકસાવવા માટે જરૂરી એક્ષ્પર્ટ માર્ગદર્શન ગમે ત્યાં, ગમે ત્યારે ગુજરાતી ભાષામાં મળી રહે એ આ App તથા વેબસાઇટ શરુ કરવા પાછળનો મુખ્ય આશય છે.

જગતના લોકોને અને કંપનીઓને પોતાની અંદર છૂપાયેલી અપાર શક્તિઓથી માહિતગાર કરીને એ શક્તિઓને બહાર લાવવામાં મદદ કરવી એ અમારી પ્રવૃત્તિઓનું મિશન છે. 

ગુજરાતી બિઝનેસ ગાઇડ App તથા ગુજરાતી બિઝનેસ ગાઇડ.કોમ એ મિશનની દિશામાં એક ઓર પગલું છે.

 
ધંધાર્થીઓને તેમનો ધંધો વધારવામાં મદદ કરી શકે એવી સહેલાઇથી અમલમાં મૂકી શકાય એવી માર્ગદર્શક બાબતો આર્ટીકલ્સ, ઓિડયો, વિડિયો મારફતે રજૂ કરી છે. ધંધાની વિવિધ કાર્યપદ્ધતિઓને તાલબદ્ધ કેવી રીતે કરવી, એને કાર્યક્ષમ કેવી રીતે બનાવવી, રોજિંદી બિઝનેસ મેનેજમેન્ટની ચેલેન્જીસને કેવી રીતે સોલ્વ કરવી એ વિશે પુષ્કળ માહિતી વિભાગવાર ક્લાસિફાઇડ રીતે અહીં પેશ કરી છે.
આ વેબસાઇટ તમારા ઓનલાઇન બિઝનેસ કોચનો રોલ ભજવી શકે છે. તમે જ્યાં હો ત્યાં, તમને જ્યારે જોઇએ ત્યારે બિઝનેસને લગતા તમારા સવાલોના જવાબ તમે અહીં મેળવી શકો છો. પ્રશ્ન માર્કેટિંગનો હોય, બ્રાન્ડીંગ વિશે હોય, મેનપાવર બાબતે હોય, કે બિઝનેસના બીજા કોઇ વિભાગને લગતો હોય, તમારો આ બિઝનેસ કોચ તમને એનો ઉકેલ શોધવામાં જરૂર મદદ કરી શકશે, અને એ પણ તમારી પોતાની ભાષામાં...!
 
"બિઝનેસ ગાઇડ" વિભાગમાં ધંધાની પ્રવૃત્તિઓને 20 વિભાગોમાં વિભાજીત કરીને વ્યવસ્થિત ગોઠવીને માહિતી રજૂ કરાઇ છે. જે વિભાગની માહિતી જોઇતી હોય, એ તમે અહીં મેળવી શકો છો. અમુક વિભાગોમાં માહિતી ઉમેરાવાની પ્રોસેસ ચાલુ છે, જે થોડા સમયમાં સંપન્ન થઇ જશે.
"બિઝનેસ વિકાસ માટેની ટીપ્સ" વિભાગમાં ધંધાનો વિકાસ કેવી રીતે કરવો એ માટેની ઉપયોગી ટીપ્સ આપવામાં આવી છે.
બિઝનેસને લગતું માર્ગદર્શન વિડિયો મારફતે "બિઝનેસ એડવાઇસ વિડિયોઝ" વિભાગમાં પ્રસ્તુત છે.
બીજાંના અનુભવો અને ભૂલોમાંથી શીખવા માટે "ઉદાહરણો દ્વારા બિઝનેસના પાઠ" વિભાગમાં અનેક નાની-મોટી કેસ સ્ટડીઝ રજૂ કરવામાં આવી છે.
આ બધાં જ વિભાગોમાં નવી નવી માહિતી સતત ઉમેરાતી રહેશે.
 
તમારા બિઝનેસને વિકસાવવામાં મદદરૂપ થવાનો અમારો આ પ્રયાસ તમને ગમશે, એવી અમને આશા છે...!
 
આભાર...!!!
- સંજય શાહ, 
ચીફ મેન્ટર
sanjayshah912@gmail.com
TOP
×