મોટા ભાગના લોકોને સારું કામ કરવું હોય છે. એમનામાં એવું કામ કરવાની ક્ષમતા, કૌશલ્ય અને તૈયારી પણ હોય છે. એમને પણ કંઇક પ્રદાન કરવું હોય છે, અને એ મારફતે પોતાનાં સપનાં સાકાર કરવાની તમન્ના હોય છે.
પરંતુ મોટા ભાગની કંપનીઓમાં, મોટા ભાગના લોકોની આવી સુષુપ્ત શક્તિઓને અભિવ્યક્તિ મળે, એવું કામ કરવાનો મોકો કે પ્રોત્સાહન મળતાં નથી.
ઉપર અથવા નીચે ઇગો નડતો હોય છે. આથી કંપનીના પ્રોબ્લેમ્સ અને એને સોલ્વ કરવાની ક્ષમતા બંન્ને એક જ જગ્યાએ હાજર હોવા છતાં, એમનો સંગમ નહીં થઇ શકવાથી કંપનીઓ પોતાની રીતે સ્ટ્રગલ કરે છે, અને એના માણસોની અંદરનું સંગીત એમના બે કાનની વચ્ચે જ રૂંધાઇને શાંત થઈ જતું હોય છે.
માણસોને પોતાની ક્ષમતા રજૂ કરવાની તક મળવી જોઇએ. એનાથી બન્ને પક્ષે ફાયદો જ થતો હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ખુશ સ્ટાફ મેમ્બરો કંપનીનો…
પૂર્વ લેખ:
ધંધામાં માણસો અને મશિન સારી…