ઓફિસ-દુકાન-ફેક્ટરીમાં આવવું, હાજર હોવું એ અડધો ભાગ છે. બીજો અડધો ભાગ: ત્યાં જે હેતુ માટે આવ્યા હોઈએ, એ જ હેતુને વફાદાર રહીને કામ કરવું.
મોટા ભાગના કર્મચારીઓ માત્ર હાજરી પૂરાવવાના મુખ્ય આશયથી જ કામ પર આવતા હોય છે. કામ પૂરું કરવા પર એમનું બહુ ધ્યાન હોતું નથી.
આપણે પણ આપણા પોતાના ધંધા પર આવા જ એટીટ્યૂડથી આવીએ, તો તકલીફ થશે.
કર્મચારીઓને તો હાજરી પૂરાવવાના પૈસા પણ મળે જ છે. આપણા કસ્ટમરો આપણી હાજરી જોઈને નહીં , આપણા પરિણામો જોઈને જ પેમેન્ટ કરશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી ગાડીમાં ડ્રાઇવરની સીટ પર બેસીને,…
પૂર્વ લેખ:
રોજિંદી જીવનયાત્રામાં…