કોઇ પણ માણસને મેનેજમેન્ટનું એજ્યુકેશન અને હોદ્દો આપવામાં આવે તો એ મેનેજ કરી જ શકે, એવું હંમેશાં બનતું નથી.
અમુક લોકો પોતે કામ કરવામાં કુશળ હોય છે, પણ ઘણાં લોકોને સાથે લઇને ટીમમાં કામ કરાવવાનું તેમને ફાવતું નથી.
સચિન તેંડુલકર પોતે સારું રમી શકે, પણ સારો કેપ્ટન ન પણ બની શકે.
દરેક સારા પ્લેયરને મારી મચડીને કેપ્ટન બનાવવા જઇએ, તો કારમી હાર જ મળશે.
સફળ કેપ્ટનશીપ બધાંનું કામ નથી હોતું. મેનેજમેન્ટનું પણ એવું જ છે.
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
એક બિઝનેસ લીડર માટે જરૂરી કૌશલ્યો…