સ્ટારબક્સના કસ્ટમરો એ બ્રાન્ડના પ્રેમમાં કેમ પડી જાય છે? એક કિસ્સો જાણવા જેવો છે:
એક વાર શેર માર્કેટમાં અચાનક જ મોટી મંદી આવી. એક જ દિવસમાં વિશ્વભરની સ્ટોક એક્ષ્ચેન્જોમાં લોકોના અબજો ડોલર ધોવાઇ ગયા. એ દિવસે સ્ટારબક્સના સી.ઇ.ઓ. હોવાર્ડ શુલ્ટ્ઝે પોતાની કંપનીના બધા જ સ્ટાફ મેમ્બરોને એક ઇ-મેલ લખ્યો:
“માર્કેટમાં ઊભી થયેલી તકલીફને કારણે આપણા કાફેમાં આવતા કસ્ટમરો સ્ટ્રેસમાં હશે. તેઓ આને કારણે ચીડાઇ જાય કે તમારા પર કારણ વગર ગુસ્સો કરે, તો એ પરિસ્થિતિને સાચવી લેજો. એમના પર સહાનુભૂતિ દાખવજો, રિએક્ટ નહીં કરતા. આવે વખતે સ્ટારબક્સમાં એમને શાંતિની થોડીક ક્ષણો મળે એવું જોજો.”
સ્ટારબક્સના કસ્ટમરો એ બ્રાન્ડના ભક્ત કેમ છે, એનું કારણ અહીં જાણી શકાશે.
સ્ટાફને સ્ટરમરોની જરૂરિયાતો તરફ સતત જાગૃતિ રાખવાની સંવેદનશીલ પ્રેરણા બિઝનેસ લીડર પાસેથી મળે તો એ બ્રાન્ડ કસ્ટમરોની ફેવરીટ બની જાય.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બ્રાન્ડ ચિરંજીવ કેવી રીતે બને છે?
પૂર્વ લેખ:
કસ્ટમરો આપણા પર ભરોસો મૂકે એવી છાપ ઊભી કરો