એમેઝોનની અનેક સેવાઓમાં એની એક સર્વિસ છે: “એમેઝોન પ્રાઇમ”.
અમેરિકામાં આ સર્વિસ મેળવવા માટે કસ્ટમરે વર્ષે ૯૯ ડોલર એમેઝોનને ચૂકવવાના હોય છે.
ભારતમાં હાલે એમેઝોન આ સર્વિસ રૂ.૯૯૯ વાર્ષિક ફી લઇને આપે છે.
એમેઝોનના જે કસ્ટમરો પ્રાઇમ મેમ્બર બને, એમને કોઇ વધારાનું ડિસ્કાઉન્ટ નથી મળતું, પણ એમને એમેઝોન ઝડપી અને વધારે સારી સર્વિસ આપે છે.
અમેરિકામાં એમેઝોનના અડધા કસ્ટમરો અને ભારતમાં ત્રીજા ભાગના કસ્ટમરો બેહતર સર્વિસ મેળવવા માટે હોંશે હોંશે આ વધારાની ફી એમેઝોનને દર વર્ષે આપે છે.
આનો મતલબ શું?
બધાં કસ્ટમરોને માત્ર સસ્તું જ જોઇએ છે, એ સાવ ખોટી માન્યતા છે. અમુકને જોઇતું હશે, બધાંને નહીં જ.
મોટા ભાગના કસ્ટમરો સારી સર્વિસ મળતી હોય, તો સામેથી પૈસા આપવા તૈયાર હોય છે, એ એમેઝોને સાબિત કરી બતાવ્યું છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
પ્રોડક્ટ સાથે સારી સર્વિસ પણ આપો
પૂર્વ લેખ:
ધંધામાં ભાવ ઓછો કરીને હરીફાઇ ન કરો