એક માણસની ભૂલની બધાંને સજા ન આપો
એક સ્ટાફ મેમ્બરે કંઇક ભૂલ કરી. શેઠ ભડક્યા. જોરથી, બધાને સંભળાય એવી રીતે બોલ્યા:
“તમને લોકોને કંઇ આવડતું જ નથી. બધા નક્કામા છો. અહીં આવીને ખાલી ખાલી કામ વધારો છો.”
એક માણસને એની ભૂલનું ફીડબેક આપતી વખતે “તમને લોકોને”, “તમને બધાંને” આવા બધા ડાયલોગ મારીને આપણે આખી ટીમના બાકીના સભ્યોને કારણ વગર મેટરમાં સામેલ કરીને આપણી વિરુદ્ધ સંગઠિત થવા અને આપણા અંગે ગ્રંથિ બાંધવા પ્રેરીએ છીએ.
જેણે ભૂલ કરી હોય, એને એકલા બોલાવીને ફીડબેક આપો. બધાંયને કારણ વગર મામલામાં સામેલ ન કરો. બધાંયને એક સાથે ખરાબ લાગે એવું નેગેટિવ ફીડબેક ન જ આપો.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
માણસની મજબૂરી સમજો
પૂર્વ લેખ:
ધંધામાં લાગણીઓને વચ્ચે ન લાવો