- આખી સેલ્સ ટીમ અને એના દરેક ભાગ કે વ્યક્તિને એક નિશ્ર્ચિત સેલ્સ ટાર્ગેટ-લક્ષ્યાંક અપાવું જોઇએ. આપણી દરેક પ્રોડક્ટ કે પ્રોડક્ટ-ગ્રુપ માટે પણ અલગ અલગ સેલ્સ ટાર્ગેટ નક્કી કરી શકાય.
- ટાર્ગેટથી સેલ્સ ટીમને પોતાના પ્રયત્નોને એક ચોક્કસ દિશા તરફ કેન્દ્રિત કરવાનું કારણ મળે છે. એનાથી સેલ્સ ટીમને વધુ મહેનત કરવાનું મોટિવેશન મળે છે, તેમનો ઉત્સાહ વધે છે અને એના દ્વારા સેલ્સ ટીમના અલગ અલગ મેમ્બરોની અસરકારકતાનું ચોક્કસ મૂલ્યાંકન પણ થઇ શકે છે.
- કયો માણસ કેવું કામ કરી રહ્યો છે, એ એના ટાર્ગેટ સિદ્ધ કરવાની સફળતા કે નિષ્ફળતા પરથી કેે એણે એ હાંસલ કરવા માટે કરેલા પ્રયત્નો પરથી નક્કી કરી શકાય છે. સેલ્સ ટાર્ગેટ જ એક એવું માપદંડ છે કે જેનાથી આપણી સેલ્સ ટીમમાં કોણ સ્ટાર પ્લેયર છે અને કોના કામમાં કચાશ છે, એ નક્કી થઇ શકે છે.
- આ ટાર્ગેટ અલગ અલગ પ્રકારે નક્કી થઇ શકે. સેલ્સનું કુલ ટર્નઓ, કોઇ એક પ્રોડક્ટના વેચાયેલ નંગની સંખ્યા, સેલ્સની સામે આવેલ રકમ અથવા તો સેલ્સની સફળતા સૂચવતી હોય એવી બીજી કોઇક ચોક્કસ રીતે ગણી શકાય એવી બાબત પર સેલ્સ ટાર્ગેટ નક્કી કરી શકાય.
- બીજું, આપણું ધ્યાન માત્ર યેન કેન પ્રકારેણ સેલ્સનું ટર્નઓ વધારવા પૂરતું જ મર્યાદિત ન હોવું જોઇએ. સેલ્સ થયા બાદ એના પૈસા કસ્ટમર પાસેથી આવે એના પર પણ એટલું જ ધ્યાન હોવું જોઇએ. જો માત્ર કોઇ પણ રીતે સેલ્સ વધારવા પર જ આંધળુકિયાં કરવામાં આવે, તો ટર્નઓ વધારવાના ઉત્સાહમાં પેમેન્ટ આપવામાં ખરાબ રેકોર્ડ ધરાવતા હોય એવા કસ્ટમરોને પણ સેલ્સ થઇ જવાની સંભાવનાઓ રહે છે. આને કારણે ઉધારી વધી જવાની અને અંતમાં એ પૈસા ગુમાવવાની શક્યતા રહે છે. આને કારણે સેલ્સ ટાર્ગેટ દ્વારા પેમેન્ટ કલેક્શન પર પણ ધ્યાન આપવું જોઇએ.
- સેલ્સ ટીમના દરેક મેમ્બરોની કામગીરીનું વાર્ષિક કે સામયિક મૂલ્યાંકન કરતી વખતે સેલ્સ ટાર્ગેટની સામે એણે મેળવેલ સિદ્ધિ તથા એ માટે એણે કરેલ પ્રયાસોને ધ્યાનમાં લેવાં જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સેલ્સ કન્ટ્રોલ રૂમ