કસ્ટમરના મનમાં બ્રાન્ડ માટે ઊભી થયેલ છબી, બ્રાન્ડ પાસેથી અપેક્ષાઓ બ્રાન્ડ દ્વારા અપાતી ખાતરી-પ્રોમિસ, બ્રાન્ડનું વ્યક્તિત્વ વગેરે અદ્રશ્ય બાબતો છે, જે નક્ક્ર સ્વરૂપમાં ન હોય, એમને માત્ર અનુભવી શકાય. આ બધી બ્રાન્ડની અંદર વણાઇ ગયેલી, એના ચરિત્રનો ભાગ બની ગયેલી બાબતો છે, દેખીતી રીતે એ બાબતોને કોઇ જોઇ શકતું નથી. પરંતુ અમુક નક્કર-વાસ્તવિક પરિબળો બ્રાન્ડને દેખીતા કે સાંભળી શકાય એવા સ્વરૂપમાં રજૂ કરે છે. દા.ત.
- બ્રાન્ડનો લોગો, ટેગ-લાઇન, સ્લોગન, એનો મેસેજ, પેકેજીંગ
- બ્રાન્ડ સાથે જોડાયેલા ચિત્રો, પાત્રો, રંગો, આકૃતિઓ આકારો
- બ્રાન્ડની રજૂઆત કરતા સંગીતમય જીંગલ, ડાયલોગ, મ્યુઝીકલ નોટ્સ કે ગીતો
આ બધાંયને બ્રાન્ડના ઘટક તત્ત્વો-એલીમેન્ટ્સ કહેવાય છે. બાહરી વિશ્ર્વમાં આ દેખીતા પરિબળોના માધ્યમે જ બ્રાન્ડ ઓાય છે. આ બધાંય પરિબળો મળીને બ્રાન્ડની એકસૂત્રી રજૂઆત કરે છે, એની એક આગવી ઓ ઊભી કરે છે. આ ઘટક તત્ત્વો બ્રાન્ડના ઘડતરમાં નિમ્નલિખિત ભાગ ભજવે છે:
- કસ્ટમરના મનમાં બ્રાન્ડ વિશેની એક નક્કર છબીને આકાર આપવો.
- બ્રાન્ડની પ્રોમિસ શું છે, કસ્ટમરો એની પાસેથી શું અપેક્ષાઓ રાખી શકે એની અભિવ્યકિત કરવી.
- બ્રાન્ડે આપેલી પ્રોમિસ એ પૂરી પાડે છે, એની સાબિતીઓ પૂરી પાડવી.
- બ્રાન્ડનું ચોક્કસ લાક્ષણિકતાઓ અને ખાસિયતો ધરાવતું વ્યક્તિત્વ, એની પર્સનાલિટી ઊભી કરવી.
બ્રાન્ડના બધાંય ઘટક પરિબળો એકબીજાંના પૂરક બનીને બ્રાન્ડને એની સમગ્રતામાં, એકસૂત્રતાથી પરફેક્ટલી રજૂ કરી શકે એવી રીતે એ ઘટક તત્ત્વોને ડિઝાઇન કરવા જોઇએ.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)