આજની માર્કેંટમાં ખૂબ ભીડ-ભાડ છે. દરેક પ્રોડક્ટ કે સેવા માટે આજે ગ્રાહક પાસે અસંખ્ય વિકલ્પો ઉપલબ્ધ છે. ગ્રાહકો પસંદગી કરી કરીને થાકી જાય એટલી વિવિધતા માર્કેંટમાં જોવા મળે છે. એક દિવસમાં સેંકડો-હજારો બ્રાન્ડ્સના અલગ અલગ પ્રકારના મેસેજીસ અલગ અલગ માધ્યમો મારફતે ગ્રાહકો સમક્ષ આવીને તેમનું ધ્યાન આકર્ષવાની કોશિશ કરે છે. આ અતિરેકની સામે ગ્રાહકની યાદ રાખવાની ક્ષમતા સીમિત હોવાને કારણે ગ્રાહકના મનમાં ખૂબ મૂંઝવણ પેદા થાય છે.
- આજની માર્કેંટમાં જ્યાં એક જ પ્રકારની ક્વોલિટી અને ખાસિયતોવાળી લગભગ એકસરખી લાગે તેવી અનેક પ્રકારની પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે, તેવામાં કસ્ટમરને એની પસંદગી અને જરૂરિયાતો અનુસાર પ્રોડક્ટની પસંદગી કરવાનો નિર્ણય લેવામાં બ્રાન્ડ મદદરૂપ થાય છે.
- એક બ્રાન્ડની ખૂબીઓ, મૂલ્યો અને બીજી બાબતો કે જે એ બ્રાન્ડને બીજી બ્રાન્ડની સરખામણીમાં અલગ પાડી દે છે, એ બાબતો કસ્ટમરને પોતાની પસંદગી કરવા માટે આસાની કરી આપે છે.
- બ્રાન્ડીંગના માધ્યમે કસ્ટમર અને પ્રોડક્ટ કે સર્વિસ વચ્ચે એક વિશિષ્ટ પ્રકારનું બંધન સર્જાય છે. સમય જતાં બ્રાન્ડ પ્રત્યે અપ્રતિમ વફાદારી ધરાવતા કસ્ટમરોનો એક વિશાળ વર્ગ ઊભો થાય છે.
- બ્રાન્ડીંગના માધ્યમે કસ્ટમરને માર્કેંટમાં ઉપલબ્ધ વિવિધ પ્રોડક્ટ્સ વચ્ચે સરખામણી કરવાની તક મળે છે. આને કારણે ખોટી પસંદગી થઈ જવાની શક્યતા ઘટી જાય છે.
- આજના વૈશ્વીકરણના જમાનામાં કોમ્યુનિકેશનના કોઇ સીમાડા નથી રહ્યા અને ત્વરિત કોમ્યુનિકેશનના અનેક વિકલ્પો વિકસ્યા છે. બ્રાન્ડ કોમ્યુનિકેશનના અસરકારક અને યોગ્ય પ્રયાસો દ્વારા દુનિયાના એક વિસ્તારમાં પ્રચલિત થયેલી બ્રાન્ડ બીજા વિસ્તારોમાં પણ પોતાનો ડંકો વગાડી શકે છે.
- બ્રાન્ડીંગ દ્વારા વૈવિધ્યસભર માર્કેંટમાં કંપનીને પોતાની પ્રોડક્ટ કે સર્વિસને ઇચ્છીત સ્થાને સ્થાપિત કરવાની તક મળે છે. એ દ્વારા કંપની પોતાની પ્રોડક્ટ કે સર્વિસ માટે યોગ્ય કીમત પણ વસૂલ કરી શકે છે.
- કુદરતી રીતે, સમય જતાં પોતાના જીવન વિકાસના ક્રમિક તબક્કાઓમાં પસાર થઇને ઉમરલાયક થતા કસ્ટમરો માર્કેંટમાં ઉમેરાતા રહે છે. બાળકો યુવાન, યુવાન પ્રૌઢ અને પ્રૌઢ વૃદ્ધાવસ્થામાં પ્રવેશે છે. જીવનનો તબક્કો બદલાતાં એમની જરૂરિયાતો બદલાય છે. માર્કેંટમાં આ રીતે નવા કસ્ટમરો ઉમેરાય છે. માર્કેંટમાં નવા પ્રવેશેલા આ કસ્ટમરો સુધી પોતાનો મેસેજ પહોંચાડવું સતત ચાલતા બ્રાન્ડીંગના માધ્યમે જ શક્ય બંને છે. એના સિવાય બ્રાન્ડ નવી પેઢીના કસ્ટમરોને પોતાના વિશે માહિતગાર કરી શકે નહીં.
- બ્રાન્ડથી કંપનીને પોતાની કંપનીની પ્રોડક્ટની એક આખી શ્રુંખલા ઊભી કરવાની તક અને પ્રેરણા મળે છે. એક સફળ પ્રોડક્ટની બ્રાન્ડ વેલ્યુના આધાર પર એ જ નામે બીજી નવી પ્રોડક્ટ્સ ઊભી કરી શકાય છે. દરેક નવી પ્રોડક્ટને જૂની પ્રોડક્ટની બ્રાન્ડનો, એની ગૂડવીલનો ફાયદો મળે છે
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
બ્રાન્ડ એટલે શું?