- પ્રોડક્ટ માર્કેંટિંગના ૪-P અને સર્વિસ માર્કેંટિંગના ૭-P એ સંતુલિત માર્કેંટિંગ મીક્ષના આવશ્યક પરિબળો છે. અસરકારક માર્કેંટિંગ માટે આ પરિબળો વચ્ચે યોગ્ય સંતુલન હોવું ખૂબ જરૂરી છે. બધાંય પરિબળો એકબીજાના પૂરક અને પ્રેરક હોવા જોઇએ અને કોઇ બે પરિબળોની વચ્ચે કોઇ પણ પ્રકારનો વિરોધાભાસ ન હોવો જોઇએ.
- કોઇ પણ માર્કેંટિંગના પ્રયાસોમાં આ ચાર કે સાત પરિબળો વચ્ચે પરફેક્ટ સંતુલન સાધવું એક કોયડા સમાન હોય છે.
- કંપનીએ માર્કેંટિંગનું દરેક પરિબળ ખૂબ કાળજીપૂર્વક ડિઝાઇન કરવું જોઇએ, કે જેથી એ બીજા પરિબળોની સાથે પરફેક્ટલી ગોઠવાઇ જાય.
- બધાંય પરિબળોનું સુયોગ્ય સંતુલન અને મિશ્રણ એ સફળ માર્કેંટિંગ માટે જરૂરી બાબતો છે.
- કોઇ કંપનીની એકાદ સફળ પ્રોડક્ટ કે સર્વિસનું કોઇ એક પરિબળ આપણને ગમી જાય, તો વગર વિચાર્યે એની આપણી પ્રોડક્ટ કે સર્વિસના માર્કેંટિંગમાં આડેધડ કોપી ન કરવી જોઇએ. દા. ત.
- કોઇ એક પ્રોડક્ટની કીમત અમુક રાખવામાં આવી હોય અને આપણી પ્રોડક્ટ એનાથી ઓ ગુણવત્તાની હોય, છતાં પણ આપણે એની કીમત એ પ્રોડક્ટ જેટલી જ રાખીએ, તો એ ભૂલ થશે.
- કોઇ કંપનીનું ડીલર નેટવર્ક આખા દેશમાં વિકસેલું હોય અને એ પછી એ નેશનલ ટી.વી. ચેનલ પર જાહેરાત કરતી હોય, તો એ સમજી શકાય, પરંતુ એને જોઇને બીજી કોઇ કંપની કે જેનું ડીલરશીપ નેટવર્ક અમુક રાજ્યોમાં જ સીમિત હોય, એ પણ નેશનલ ટી.વી. પર ખર્ચાળ જાહેરાતો કરવા મંડે તો ભારે નુકસાની થશે.
- દરેક પરિબળને આપણી પ્રોડક્ટ કે સર્વિસની વાસ્તવિકતાઓ ત્રાજવે તોલીને પછી, એમાં જરૂરી ફેરફાર કરીને બંધબેસતું બનાવીને પછી એને અમલમાં મૂકવું જોઇએ.
- માર્કેટિંગ મીક્ષના ૪-P કે ૭-P કસ્ટમરોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન થવા જોઇએ, કે જેથી
- આપણી પ્રોડક્ટ કે સર્વિસ કસ્ટમરોની વ્યક્ત તેમજ અકથિત જરૂરિયાતો અને ઇચ્છાઓ સંતોષી શકે.
- માર્કેંટિંગ પ્રચારના આપણા પ્રયાસો દ્વારા આપણે જે સંદેશ કસ્ટમરો સુધી પહોંચાડવાની કોશિશ કરતા હોઇએ, એ અસરકારક રીતે કસ્ટમરો સુધી પહોંચી શકે.
- આપણી પ્રોડક્ટ કે સર્વિસ વાજબી ભાવે આપણા ટાર્ગેટ કસ્ટમરોને સુગમતાથી મળી શકે.
- આપણા કસ્ટમરોને આપણી પ્રોડક્ટ કે સર્વિસ ખરીદ્યા પછી એને પોતાના પૈસાનું પૂરતું વળતર મું છે એવા સંતોષની લાગણી થઇ શકે.
- જ્યારે પ્રોડક્ટ કે સર્વિસ બનાવવા પાછળનો કંપનીનો હેતુ અને એ પ્રોડક્ટ કે સર્વિસ ખરીદવા પાછળનો કસ્ટમરનો હેતુ બંનેની સંતોષકારક રીતે પરિપૂર્તિ થાય, તો માર્કેંટિંગની જીગ્સો-પઝલ સુલઝી ગઇ, માર્કેંટિંગનો કોયડો બરાબર ઉકેલાઇ ગયો એમ કહી શકાય.