અવારનવાર પૂછાતાં રોજિંદા પ્રશ્નો
આ સાઇટમાં મારા માટે શું છે?
જો તમે તમારો પોતાનો બિઝનેસ ચલાવતા હો, કે કોઇ બિઝનેસનું મેનેજમેન્ટ કરતા હો, તો તમારા કામમાં આ સાઇટ તમારો માર્ગદર્શક બની શકે છે. આ સાઇટ તમારો ઘણો સમય, શક્તિ અને પૈસા બચાવી શકે છે. આ સાઇટનો ઉપયોગ એકદમ સરળ છે. બિઝનેસ મેનેજમેન્ટને લગતા તમારા અસંખ્ય પ્રશ્નોના જવાબો તમને જ્યાં જોઇએ ત્યાં, તમને જોઇએ ત્યારે અહીંથી મળી શકશે.
ગુજરાતીબિઝનેસગાઇડ.કોમ કોને ઉપયોગી થઇ શકે?
આ સાઇટ SME (સ્મોલ મિડિયમ એન્ટરપ્રાઇઝ) ધંધાઓના માલિકો, ટોપ મેનેજમેન્ટ અને સિનિયર એક્ઝીક્યુટીવ્સ માટે ઉપયોગી છે.
મારા ધંધામાં આ સાઇટથી શું ફાયદો થાય
બિઝનેસ મેનેજમેન્ટને લગતી બાબતોમાં આ સાઇટ તમને જ્યારે જોઇએ ત્યારે માર્ગદર્શન આપવા હાજર એવા તમારા કોચનો રોલ ભજવી શકે છે.
જો તમે એવું માનતા હો, કે કોઇકનું માર્ગદર્શન તમને તમારા બિઝનેસના પ્રોબ્લેમ્સ સોલ્વ કરવામાં મદદ કરી શકે છે, તો આ વેબસાઇટ તમારો એ માર્ગદર્શક બની શકે છે.
કયા પ્રકારની માહિતી અહીં ઉપલબ્ધ છે?
માહિતી વિશે અમે અહીં અલગ અલગ પ્રકારના લોકોની રુચિઓને ધ્યાનમાં રાખી છે. અહીં તમને લેખિત આર્ટીકલ્સ, ઇમેજીસ, ઓડિયો, વિડિયો વગેરે સ્વરૂપે માહિતી મળી શકશે. ઉપરાંત, નવા આકર્ષણો વિશે માહિતી આપતું તમારા ઇ-મેલના ઇનબોક્ષમાં પહોંચતું ન્યૂઝલેટર તમને સતત અપડેટ આપતું રહેશે.
આ સાઇટનો ઉપયોગ હું ક્યાંથી કરી શકું?
તમે તમારા ડેસ્કટોપ કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ, મોબાઇલ કે બીજું કોઇ પણ ડીવાઇસ કે જેમાં બ્રાઉઝર મારફતે ઇન્ટરનેટ વેબસાઇટ જોઇ શકાય એવા દરેક માધ્યમે આ સાઇટ જોઇ શકો છો. દરેક સાધનમાં તમને જોવા-વાંચવા-સાંભળવામાં અનુકૂળ આવે એવી રીસ્પોન્સીવ રીતે આ વેબ સાઇટ ડીઝાઇન કરવામાં આવી છે.
મારે શા માટે પ્રિમિયમ મેમ્બર બનવું જોઇએ?
પ્રિમિયમ મેમ્બર તરીકે તમે આ વેબ સાઇટના દરેક વિભાગો ઉપલબ્ધ થઇ શકે છે. તમે અહીં મૂકેલું બધું જ વાંચી-જોઇ-સાંભળી શકો છો. ઉપરાંત, જૂના બધા જ ન્યૂઝલેટર્સ પણ તમને ઉપલબ્ધ રહે છે. એટલે, પ્રિમિયમ મેમ્બરશીપ દ્વારા તમે આ વેબસાઇટમાંની બધી જ માહિતીનો ગમે ત્યાં, ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો.
એક એક્ષ્પર્ટ બિઝનેસ કોચ જેવી સેવાઓ મેળવવા માગતા હો, તો તમારે પ્રિમિયમ મેમ્બર બનવું જોઇએ.