આપણને કોઇક સારી શિખામણ આપતો સુવિચાર, આર્ટિકલ, ઓડિયો કે વિડિયો મળે, તો એને ઘણીવાર આપણે ફોરવર્ડ કરીને બીજા સાથે શેર કરીએ છીએ.
આની પાછળનો આશય શું હોય છે, એના પર ધ્યાન આપવું જોઇએ.
શું જે શિખામણ મળી છે, એ મારા માટે નહીં, બીજા માટે જરૂરી છે, એવું કહેવા માગીએ છીએ?
કે
આપણે એનો અમલ કરી લીધો છે અથવા એનો અમલ પહેલાથી જ કરતા હતા અને એ બાદ જ બીજાને એ શિખામણ ફોરવર્ડ કરીએ છીએ?
જગતને સુધારવાની શરૂઆત આત્મસુધારણાથી થાય, તો જગત આપણા ઉદાહરણથી સુધરવા જલદી પ્રેરિત થશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
મોટેભાગે જે પોતાના કામને સમયસર….