જો આપણા જીવનનો કોઇ ઉદ્દેશ દેખાતો હશે, આપણને કંઇક લક્ષ્ય હાંસલ કરવાની તમન્ના હશે, આવતીકાલ પાસેથી કોઇક આશા હશે, તો ગમે તેવો કપરો સમય પણ પસાર થઈ જશે અને બધું થાળે પણ પડી જશે.
જો આવો ઉદ્દેશ, લક્ષ્ય કે આશા ન હોય, તો ઊભા કરો. અત્યાર સુધી ન કર્યું હોય તો પણ પહેલું પગલું કયારેક તો લઇ જ શકાય છે ને?
જીવનની આ જ ખૂબી છે – જ્યાં સુધી અંત નથી આવ્યો ત્યાં સુધી ગમે ત્યારે નવી શરૂઆત કરી જ શકાય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જીવનમાં પછડાટો તો….
પૂર્વ લેખ:
ભવિષ્ય અનિશ્ચિત તો હંમેશાં….