કોઇ મોટા માલવાહક જહાજમાં વિભિન્ન જવાબદારીઓ જેવી કે એનું એન્જીન અને બીજી મશીનરી ચાલુ રાખવાની, સામાન ઉતારવા-ચડાવવા-ગોઠવવાની, સ્ટાફનું ધ્યાન રાખવાની, બળતણ અને અન્ય પૂરવઠાની વ્યવસ્થા સાચવવાની – એ બધું અલગ અલગ લોકોને સોંપી શકાય. પણ જહાજે કઇ દિશામાં જવાનું છે, ક્યારે ક્યાં પહોંચવાનું છે, અને હમણાં એ ધ્યેયના સંદર્ભમાં એ ક્યાં છે, એ ચેક કરતા રહેવાની જવાબદારી કેપ્ટનની જ હોય છે. બિઝનેસના જહાજમાં આ રોલ જો લીડર ન ભજવે, તો બીજું કોઇ તો ભજવી શકશે જ નહીં.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણો ધંધો માત્ર આપણી….
પૂર્વ લેખ:
આપણી કંપનીનું કલ્ચર આપણાં…..