“આપણે એક મોટી બ્રાન્ડ ઊભી કરવી છે.” આ વિચાર સાથે કંઇક શરૂ કરવું નિષ્ફળતાને આમંત્રણ આપે છે.
કોઇ માણસની પોતાની કીર્તિ કે નામ ઊભું કરવા માટે પહેલાં માણસ તો હોવો જોઇએ ને? માણસ પોતાના લક્ષણો અને કાર્યો પર ધ્યાન આપે, તો નામ આપોઆપ ઊભું થઈ જાય.
બ્રાન્ડ જેના પર ઊભી રહે એ પ્રોડક્ટ કે સર્વિસની રજૂઆત વગર એ બ્રાન્ડ શેના પર ઊભી થાય? પ્રોડક્ટ કે સર્વિસ પોતાની પ્રોમિસ પ્રમાણે ડિલિવરી કરતી રહે, તો બ્રાન્ડ આપોઆપ ઊભી થઇ જાય.
પ્રોમિસ અનુસારની ડિલિવરી વગર બ્રાન્ડનો ભ્રમ ઊભો થાય, બ્રાન્ડ નહીં.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
મજબૂત બ્રાન્ડ બનાવવા માટે…..
પૂર્વ લેખ:
આપણી પાસે કસ્ટમર….