અમુક બિઝનેસમાં બીજી પેઢી જ્યારે સુકાન સંભાળે છે, ત્યારે એ જૂની પેઢીએ ઊભું કરેલું વિકસાવવાને બદલે જાળવી પણ નથી શકતી. કેમ?
જૂની બિલ્ડીંગના એ જ સ્ટ્રક્ચર પર નવું બાંધકામ કરવું હોય, તો એ જૂના માળખાને બરાબર સમજીને કાળજીપૂર્વક એના પર નવું ચણતર કરવું પડે. કંઇક નવું કરવાની ઘેલછામાં જો જૂના સ્ટ્રક્ચરની વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખવામાં ન આવે, તો બધું કડડભૂસ થઇને નીચે પડે છે.
જૂની પેઢીના ભવ્ય સર્જનના પડછાયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરવાની તાલાવેલીના પરિણામે “કંઇક નવું” કરવાની ઇચ્છા સમજી શકાય, પરંતુ પહેલાં જૂની વસ્તુના સમીકરણોને સમજવા, સ્વીકારવા અને સાચવવાનું શિસ્ત શીખ્યા બાદ જ પોતાની સર્જકતાને છૂટો દોર આપવો જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આજે અનેકગણી ઝડપથી નવા….
પૂર્વ લેખ:
કોઇક કરતું હોય, એની કોપી કરીને….