ઘણીવાર એક વખત સફળતાનો સ્વાદ ચાખ્યા પછી, આપણને સફળતાની ફોર્મ્યુલા મળી ગઇ છે, એવું આપણને લાગવા મંડે છે.
એકવાર કર્યું એ વારંવાર કરતાં જઇશું, તો સફળતા આપણા કદમ ચૂમશે જ, એવો આત્મવિશ્વાસ આપણી અંદર ઘર કરી જાય છે. આપણે ભ્રમમાં રહીએ છીએ.
ભ્રમ એ રહેવા માટે સારી જગ્યા નથી અને એથી ઘણા કિસ્સાઓમાં આ અતિ-વિશ્વાસ પોકળ સાબિત થાય છે, અને આપણી નિષ્ફળતાનો પાયો બની જતો હોય છે.
આપણે જે રસ્તાઓ પર ગાડીઓ અનેકવાર ચલાવી હોય, એ રસ્તો જ બંધ થઇ જાય, કે એની દિશા ફંટાઇ જાય, ત્યારે આપણું ધ્યાન ન હોય તો આપણે મંઝિલ સાથેનો સંપર્ક ખોઇ બેસીએ છીએ.
આપણી આજની સફળતા આપણી ભાવિ નિષ્ફળતાનું કારણ ન બને એ માટે આંખ-કાન-મન ખુલ્લાં અને સ્વભાવમાં વિનમ્રતા જરૂરી છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જ્યારે વ્યક્તિ કે ધંધો…
પૂર્વ લેખ:
તમારી દરેક વાતમાં સહમત……